કેવી સુંદર સર્જી છે ધરા
કેવી સુંદર સર્જી છે ધરા
હરિયાળી ચૂંદડી ઓઢે જોને ધરા,
તમે આંખ ખોલીને જુઓ તો ખરા,
પ્રકૃતિ તો સ્વયં ઈશ્વરની પ્રતિકૃતિ લાગે,
તમે સમય કાઢીને એને માણો તો જરા,
કેવી સુંદર ધરા સર્જી છે આ પ્રણેતાએ,
કમળ પર મોતીની જેમ ચમકે પાણીના ફોરા,
કેવી ઉતાવળી ચાલે સરિતા સાગરને મળવા,
ભળી જાય હોંશે હોંશે, ભલેને હોય સાગરના જળ ખારા,
આ પવનના તાલે ગરબા રમે પર્ણો બધા,
જો ને નશામાં ઝૂમી રહ્યાં છે ફૂલો સારા,
એક ચક્કર લગાવીને તો જો કુદરતમાં,
ગાયબ થઈ જશે સઘળા દુઃખો તારા,
મધુર સંગીત છેડે આ પંખીનો ટહુકાર,
એના ગીતો લાગે કેવા મજાના પ્યારા,
મળ્યો છે પ્રકૃતિની ગોદમાં મને જન્મ,
લાગે જાણે એવું કે ખુલી ગયા ભાગ્ય મારા !
