જિંદગી જીવે છે
જિંદગી જીવે છે
ખુલ્લું આકાશ ને તારલા ચમકે છે,
ઠંડો પવન ને સુકુન દિલને મળે છે,
કેવી મજા આવે ખુલ્લા ગગને સૂવું !
વાતો વાતોમાં રાત આખી વીતે છે,
તૂટતાં તારા ને ઈચ્છા પ્રગટે મનમાં,
બંધ આંખોમાં એક છબી રચે છે,
શહેરની ભીડમાં ક્યાં જીવન વીતે છે ?
મારા વતને બધા જિંદગી જીવે છે,
નદીની શીતલતા ને ડુંગરની સુંદરતા
ભરેલી ભીડ નગરીમાં ક્યાં જડે છે,
પ્રથમ ભોરે સંભળાય ભજન,
દિવસ સકારાત્મકતામાં વીતે છે,
કામ કરી થાકી રાતે સૂકુંથી સૂવે છે,
રાતરાણી પણ ખુબ મહેકે છે,
ખૂબ રમે છે નવ રાતની નવરાત્રી
હર્ષ ને ઉલ્લાસથી મસ્તીમાં ઝૂમે છે,
નાની નાની કેડી મળી જાય છે,
પાક્કો પથ નહીં, સંબંધ પાક્કો મળે છે,
નાના ભૂલકાંનો ઉલ્લાસ સંભળાય,
બચપણમાં કેવી ચિંતામુક્ત જિંદગી વીતે છે,
મને તો બસ ચા સાથે સુરમઈ સાંજ ગમે છે,
સુકુનને ચિંતામુક્ત રહી હૈયે આનંદ પસરે છે.
