Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Inspirational

4.5  

Bharat Thacker

Abstract Inspirational

સુખ

સુખ

1 min
63


સહુથી મુશ્કેલ છે અને હોય જો સમજ તો 

સહુથી આસાન છે

સુખની સમજને સ્વીકારવી પડે, સુખી રહેવા અલગ જ્ઞાન છે,

 

જે ડુંગરનો બોજ આપણે માથે લઈને ચાલતા રહીએ છીએ,

એ ડુંગરોને ઊંચક્યા વગર, પાર કરવા માટે

રહેવાનું સભાન છે,

 

અન્ય કરતા સુખી થઈ જવા માટેનો તો કોઈ 

રસ્તો છે નહીં,

સરખામણી કર્યા કરવાની કુટેવથી રહેવાનું 

સાવધાન છે,

 

જો પ્રાપ્ત હૈ, વો પર્યાપ્ત હૈની ભાવના છે 

કેળવવાની

સંતોષની ભાવના સુખી થવા માટે એક વરદાન છે,

 

દોડાદોડી કરીને પુરી દુનિયામાં સાથે કરી લ્યો ગમે તેટલી હોડ,

અંતે ખબર પડે છે જાત સાથેની હોડમાં જ 

રહેવાનું શક્તિમાન છે,

 

સુખની સમજ હોય છે દરેકની ભલે પોતે પોતાની આગવી

જિંદગી પ્રત્યે હકારાત્મક અભિગમ, સુખી 

થવાનું નિશાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract