STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

વાત ગુજરાતની

વાત ગુજરાતની

1 min
57

ધન્ય ધન્ય ભૂમિ ગુજરાત, મહાજાતી ગુજરાતી સદાબહાર છે

ગુજરાતની શું વાત કરવી, સમગ્ર દુનિયામાં ગુજરાતનો જયજયકાર છે,


મીઠ્ઠી, મધુરી અને મૃદુ ભાષા ગુજરાતી, ગુજરાતની છે માધુર્યભરી

ગુજરાતી ભાષામાં હંમેશ સંભળાય, ‘પોતિકા’પણો ધબકાર છે,


ગુજરાતી કહેવતો છે, આનંદ અને બુદ્ધિમતાની બાયંધરી સમાન

ગુજરાતી વાતો, સકારાત્મકતા અને સર્જનશીલતાનું દ્વાર છે,


ખાવાનું પચાવવા માટે ગુજરાતીઓ કદાચ ખાતા હશે કાયમ ચૂર્ણ,

નિષ્ફળતા પચાવી લે મસ્તીથી, જિંદગીના હર મોરચે, ગુજરાતી દિલદાર છે,


આફતને અવસર બનાવે, આફતની જ્યાફત કરે એ છે ગુજરાતી,

આફતને અવસર બનાવે, ગમે તેવા પડકારને ગુજરાતી કરે પાર છે,


ગુજરાતીનું તન ભલે હોય નાનું, પણ મજબૂત મન હોય છે સોનાનું,

દાળ ખીચડીવાળી છાતી છે છપ્પનની, ભલભલાને કરી નાખે લાચાર છે,


કસાયેલ મગજ, કુશાગ્ર બુદ્ધિ અને શ્રમ કરવામાં નહીં ક્યારેય શરમ

ગુજરાત તો, ભારતના અર્થતંત્ર માટે જાદુઈ મંત્ર જેવું સૂત્રધાર છે,


વિશ્વના ખૂણે ખૂણે જોવા મળે છે ગુજરાતી અને ગુજરાતની અસ્મિતા

જ્યાં પણ હોય એક ગુજરાતી, ત્યાં જોવા મળે જાણે ગુજરાતનો વિસ્તાર છે,


સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા અલૌકિક તીર્થધામની ભૂમિ છે ગુજરાત

ભાવ ભક્તિ, દાન અને ધર્મ તો ગુજરાતીને, ગળથૂથીમાંથી મળેલ સંસ્કાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract