STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

કૃતજ્ઞતા

કૃતજ્ઞતા

1 min
13

કૃતજ્ઞતાના સદગુણમાં, દરેક માનવ મૂલ્યના અનુસંધાન છે,

કૃતજ્ઞતાના ગુણ થકી, માનવ જીવનમાં થાય અનેરું ઉત્થાન છે,

 

કુદરત બધાને બધું નથી આપી શકતી, એ છે, સર્વવિદિત

પ્રાપ્ત છે, એ પર્યાપ્ત છે, એવી કૃતજ્ઞતાની ભાવનામાં ભગવાનનું સન્માન છે,

 

પૈસા થકી નથી પ્રાપ્ત થતી નૈતિકતા, સંતોષ અને શાંતિ

આભારી રહીને કૃતજ્ઞ બની રહેવું એ સુખી થવાનું સાચું સમાધાન છે,

 

કૃતજ્ઞતાના સદગુણો થકી, સમાજમાં સચવાઈ શકે છે, સંવાદિતતા

કૃતજ્ઞતાના ગુણ તો, ભાવનાત્મક જોડાણની ભવ્ય જાન છે,

 

જીવન, મૃત્ય, બ્રહ્માંડના અટપટા ચક્કરમાં અટવાતું રહેતું હોય છે, મન

કૃતજ્ઞતાના ગુણ કરાવે પવિત્ર પરમતત્વ પિતાની પહેચાન છે, 

 

સમગ્ર જિંદગી અટવાતી રહે છે, કેટકેટલી લાગણીના વમળમાં

પ્રભુ માટે અનુભવેલી પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણી, બની રહે વરદાન છે,

 

કૃતજ્ઞતાની લાગણી અનુભવવી, એ છે લગભગ ધર્મનું જ્ઞાન

કૃતજ્ઞતાના ગુણ લઈ જાય છે ત્યાં, જ્યાં સુલભ આત્મજ્ઞાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract