Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

જોને થયું પ્રભાત

જોને થયું પ્રભાત

1 min
8


કિરણોનો સ્પર્શ થતાં થયું નવું પ્રભાત,

સૂરજે પાડી જાણે ધરા પર સોનેરી ભાત !


જોને કેવું સુંદર સર્જાયું છે દૃશ્ય ધરા પર !

સીમને સોનું બનાવવા ચાલ્યો જગતનો તાત,


ધરાને સુંદર નમણી નાર જેવી સજાવે છે,

જોને સુંદર નીત નવા ફૂલોની આખી નાત ! 


ફૂલોનું બદન ચૂમી રહ્યા છે આ ભમરાઓ,

જોને આપસમાં કરી રહ્યા છે પ્રેમભરી વાત,


કેવું અદ્દભૂત ! કેવું રમણીય સર્જન છે ખુદાનું !

જોઈને મલકાઈ રહી છે આ માનવીની જાત,


આ હરખાતી મલકાતી સરિતા જઈ રહી છે,

એને પણ કરવી છે પ્રિયતમ સાથે મુલાકાત,


સૂર્યમુખીને ટપલી મારી જગાડે આ સૂરજ,

એને પણ કરવી છે આપસમાં પ્રેમની વાત,


જોને આ સમીર પણ ઘટનાનો સાક્ષી છે,

એ પણ પ્રસરાવી રહ્યો છે ફૂલોનો પમરાટ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract