STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

પ્રમાણિકતાનું પોત

પ્રમાણિકતાનું પોત

1 min
4

દરેક સભ્ય સમાજમાં, પ્રમાણિકતાની પોતાની શાન છે,

પ્રમાણિકતા તો વિશ્વાસ અને સાતત્યના પાયા સમાન છે,

 

પ્રામાણિક હોય છે, હંમેશા, વિશ્વાસ મુકવા લાયક

પ્રમાણિક માણસનું સમાજમાં આગવું માન છે,

 

અંગત અને ધંધાકીય જીવનમાં પણ, પ્રમાણિકતા છે, મજબૂત માપદંડ

સ્વમૂલ્ય અને સ્વસન્માન વધારવામાં, પ્રમાણિકતાનું પોતાનું પ્રદાન છે,

 

પોતાની લાગણી અને હકીકત સાથે રહેવાનું હોય છે, હંમેશ સત્યવાદી

પ્રમાણિકતાનું માનવ મૂલ્ય, મનુષ્યને બનાવે બળવાન છે,

 

ખરેખર તો પ્રમાણિક જિંદગી જીવી જવું, સર્જી જાય છે, સાચો વારસો

વારસદારને સમાજની અંદર, સાચા અર્થમાં બનાવે જાજરમાન છે,

 

આજની દુનિયા છે, અતિ ભૌતિકવાદી અને સંકુચિત માનસિકતા વારી

આજની દુનિયામાં પ્રમાણિકતા સાથે જીવવું એક મોટું આહવાન છે,

 

પવિત્ર પ્રમાણિકતાની પોત, બની રહે છે, મજબૂત દીવાલ સમાન

દુર્ગુણોને અટકાવી રાખે છે, અને સદગુણોનો બની રહે દરવાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract