શી રીતે ?
શી રીતે ?
1 min
13.4K
આંખો દેખે અલકમલકનુ
હોઠે મણ ના તાળા બોલે શી રીતે ?
ખુલી આંખો શમણાં દેખે
પાંપણ ફરકે ને મન મલકે શી રીતે ?
હાથી ચાલે સીધેસીધો ઊંટ ચાલે આડુ
જીવનરથ નો સારથિ હાંકે શી રીતે?
તન તંબુરો તાલ મીલાવે મન મંજીરા ના વાગે
શબ્દ ને સૂરો નો સંગમ થાય શી રીતે?
કંઇક નામી અનામી થઇ ગયા
મોતને પાછું ઠેલે શી રીતે?
અંધારા ઓરડાની ખોલીએ ન બારી
આતમ મા અજવાળા થાય શી રીતે?
