ઉડે છે આકાશે
ઉડે છે આકાશે
1 min
27.3K
રંગબેરંગી પતંગો
ઉડે છે આકાશે
સ્નેહતણી ડોર મળે ન
ઝઝુમે હાથે હાથે
જીવન પણ પતંગ જેવું
આમ ઉડે તેમ ઉડે
ધડીક ઉચે આભમાં
તો ઘડીક ધૂળ ઘમરોળે
કોઇક ઉડવાને મથતી
કોઇક કાપવાને
કોઇક જાતી ગળે મલવાને
કોઇક ગળે મળીને કાપે
સ્નેહતણી દોરી ને શોધું
ઉડું ગગન વિશાળે
જયાં જાઉં ત્યાં
"એ કાપ્યો"ના સૂર સંભળાયે
મન મુંઝાતી ફંગોળાતી
ફેંકાતી ધરા પર
રંગબેરંગી શમણા મારા
ગુંચવાએ દડા પર.
