STORYMIRROR

Vrajlal Sapovadia

Comedy

4  

Vrajlal Sapovadia

Comedy

ઈ-વિલ

ઈ-વિલ

1 min
281

મીસ્ડ કોલ જોઈ યમરાજનો, વિચાર્યું જવુ પડશે ને થઈશું ઓફલાઇન,

જન્મથી શૈયા સુધી કર્યો કમાણી કરતા ખર્ચ અદકેરો ઓફલાઈન,


હતું નહિ ધન કે દોલત આપવા સંતાનને, પણ ખાલી હાથ જવાય કેમ,

વિચારી ખૂબ વિવેકથી, કંડારવા બેઠા ઈ-વીલ ગયા પછી શું મારી નેમ,


આપ્યું મોટાને યાહુ મેલ, પ્રેમથી બતાવ્યું ભાઈ ભરજે બાકી બધા બીલ,

મોટર લઇ ગયા બેન્ક વાળા એટલે વચલાને આપ્યું એક સ્પેર વ્હીલ,


આવ્યું નાનાને ભાગે જી-મેલ, ઉપરથી કહ્યું અંતિમવિધી હવે તુજ શીરે,

ફેસબુક પ્રિયતમાને, કરી આપી સગવડ રાખવા ઈ-બેસણું હવે ઈ-ધરે,


ગુગલ સૌનુ સહિયારું, ઝગડ્યા વગર રોજ શોધજો અંતિમ સત્ય ત્યાં,

અસ્થી ભસ્મ ટ્વીટર પર, ટ્વિટ રી-ટ્વિટથી પંહોચાડજો ક્યાંની કંયા,


બચ્યું નહિ કંઈ સિલકમાં, ને શીખ આપી દીકરીને વાપરો અભ્યાસે ધન,

વોટસઅપમા વીલ મોકલ્યું, ડિજિટલ માનવીએ બહુ વિચારી મનોમન !    


Rate this content
Log in

Similar gujarati poem from Comedy