દર્દી ડૉક્ટર
દર્દી ડૉક્ટર
શબ્દોના કરતો લયઉછાળ ન લાગે કલમને કદી કાટ,
સ્નેહ, પ્રિત, પ્યાર, પ્રેમ ને પ્રણયના મારતો ઈંજેક્શન,
રોમાન્સનો સ્ટેથોસ્કોપ એના શરીરે જ્યાં ત્યાં સ્પર્શતો,
રાતની ચાંદનીને સ્યાહી કરી કલમભરી પત્ર ભીંજવતો,
રમણીય ઘાટીલી યાદો સાથે ગેલ કરતો લવગુરુ હતો,
પથ્થરમાં કંડારી રાખે પ્રણયદેવી એવો શિલ્પકાર હતો,
ફૂલોની નગરીમાં મઘમઘતી ફોરમ વચ્ચે મહેકતો હતો,
સ્મરણના શહેરમાં સ્મિત થકી પ્રીત ગલીમાં લટારતો,
કામેચ્છાઓ શણગારેલી પ્રિયાને મળવા માટે અધીરી,
વ્યવસાયે ડૉક્ટર પણ પોતને પ્રણયગુરૂ માનતો, દરદી;
શરૂઆત છબછબિયાંથી કરી ભૂસ્કો મારી ડૂબી જતો !

