STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Comedy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Comedy Inspirational

સાહિત્યના પથની હું રાહી

સાહિત્યના પથની હું રાહી

1 min
11

લઈ પેનને ભરું એમાં હું શાહી,

કવિતામાં કરું હું વાતો ડાહી ડાહી,


આમ તો પ્રસિદ્ધિની મને નથી આશ,

કે નથી જોઈતી કોઈની વાહ વાહી,


ના કાફિયાનાં છંદની માહિતી મને,

તોયે મારી રચનાને મે દિલથી ચાહી,


ના હું નેતા ના કોઈ હું અભિનેતા છું,

હું તો સાહિત્યના પથની એક રાહી,


કોઈને મળે જો મારા કાવ્યથી પ્રેરણા,

તો લાગે મને એવું જાણે મે ગંગા નાહી,


વાંચી મારી કવિતા આપે મને ઝાઝા સ્ટીકર,

વાચકોની કિંમતી કૉમેન્ટની હું છું આગ્રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy