ગુના ઢાંકવા માટે ઓઢણી
ગુના ઢાંકવા માટે ઓઢણી
1 min
195
બેગુનાહ બનવાની તરકીબ કેટલી સહેલી
અરે ઢોંગ અને તરકીબ તો છે પાકી શહેલી
અનૈતિકતા છુપે રાષ્ટ્રીયતાની ઓઢણી ઓઢી
રાષ્ટ્રદ્રોહ મુક્ત બને જ્યારે નૈતિકતા હોય પોઢી
ડરો નહીં અનૈતિકતા ને રાષ્ટ્રદ્રોહ આચરી
ધર્મનાં નામે ઢોંગ ઢોલ બજાવોને નિશાચરી
બે બે ગુના છુપાવવા એકને જરી આગળ ધરો
ક્યારેક ધર્મ ક્યારેક નીતિ કે રાષ્ટ્ર મહોરું કરો
બેગુના બનવા કંઈ બંધ કરવા જરૂરી ના ગુના
સાબિત કરવાં બે-ગુના કુદો સગવડતાના ઘુના