STORYMIRROR

Rajdip dineshbhai

Comedy Romance

3  

Rajdip dineshbhai

Comedy Romance

કેમ આમ શબ્દોથી ડરતી રહે છે

કેમ આમ શબ્દોથી ડરતી રહે છે

1 min
140

બદલાશે મોસમ તો તારા મકાનમાં આવી રહી લઈશું

તું આમેય ક્યાં કોઈ દિવસ છત બની સાથે રહે છે,


નીચે પડેલા બધા પતંગ તારા નામે તો ઉડાડી દીધા 

તું આમેય ક્યાં મારા કોઈ ખત વાંચવા ઊભી રહે છે,


ઠંડીમાં બનાવેલા મમ્મીએ બધા લાડવા ખાઈને બેઠો હું 

તને ક્યાં ઠંડી ? તને પૂછુ છતાં તારામાં પહેલાથી, 

લાડવા ભર્યા હોય એમ ઊભી રહે છે,


હશે કોઈ આકાશમાં એક તારો જે તૂટી જશે 

રોજ તૂટે તારા તું શું તેમણે માંગી એક ભિખારી બની રહે છે,


પીંજરાના બધા પકડેલા તારા પક્ષીઓ ઊડાડી ગયો હું 

તું પકડી ને સંભાળ લેવા ક્યાં ઊભી રહે છે!


તોડી દીધા અરીસા બધાં, તારાથી સુંદર કોણ ? 

ગમેતેમ બસ, ભ્રમ એક અરીસામાં જોતી રહે છે,


હવે શીખી લીધું ઇસ્ત્રી કરવાનું 

તને વાતો સંભળાય ને મારાં કપડાં બાળતી રહે છે,


મને પલળતા નથી આવડતું આમ ને તેમ કૂદ્યા કરું છું 

મોર બની શું વરસાદથી બચતી રહે છે,


નથી તોડતા આવડતું મને આ તારા કે ચાંદ

છતાં કેમ તું જિદ્દી બનતી રહે છે,


નથી તને શાકભાજીનો ભાવ કરતાં આવડતું કે નથી તને બનાવતા આવડતું 

રિલ્સ જોઈ જોઈને ઊંધું સીધું શું શીખતી રહે છે ?


તું તો એક રાજદીપની પત્ની છે 

કેમ આમ શબ્દોથી ડરતી રહે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Comedy