આજની ચોપાઈ
આજની ચોપાઈ
નબીરા ભાગે દેખકર
બોટલ ભરીને મધુકર
નબીરા પથ પર દેખે નહીં
દૂધ હોય કે દહીં
માનવ દાનવ કોઇ પણ
આડો આવ્યો જે પણ જણ
કચડે પૂરા જોમથી
પહચાન નહીં કોઈ કોમથી
છોરી દેખી છાકટો
બાપ આબરૂ નાક-કટો
રખડે આખી રાત ભર
સૂરજ સંગ સૂઈ દિનભર
કામે કાજે હડતાલ પર
નબીરા કહે હું તાલ પર
નાચું નચાવું કંઈ લોકને
લઇ શું જાવું પરલોકને
