કરે નખરા
કરે નખરા
પત્ની બોલે ધ્યાનમાં ન લાવે,
પડોશણ બોલે હું કરતાં દોડે,
જ્યારે પરિવાર કહે ન સાંભળે,
બાજુમાં ઘરમાં વાત કરે સાંભળે,
હાથે કરીને બહેરા બનીને ફરતા,
બીજાની વાતમાં રસ બહુ લેતા,
ઘરમાં મોટે મોટેથી બૂમો પાડે બોલે,
અન્ય સ્ત્રી સાથે ધીમે ધીમે બોલે,
ભાવના શું કહેવું ને શું કરવું હવે,
કેવાં કેવાં નખરા કરે જુઓ હવે.
