અસલ પહેચાન
અસલ પહેચાન
પોસ્ટમેન આવશે પરબિડીયું લાવશે,
પરબિડીયાં પરના હસ્તાક્ષર ગમતા,
છટાદાર અક્ષરોમાં ગુંથાતી લાગણી,
પરિચયની યાદ સાંગોપાંગ પ્રગટતી,
પત્રમૈત્રીનો શોખ જબરજસ્ત સૌને,
ફાઉંટનપેનથી લખવાનો કસબ અનેરો,
લખાણમાં હસ્તાક્ષરની આગવી છટા,
અક્ષરોનાં મરોડ પર વ્યક્તિત્વની છબી,
વોટ્સપીયા મેસેજમાં ક્યાં અસલ પહેચાન ?
હસ્તલિખિત અક્ષરોનો રોમાંચ ક્યાં હવે ?

