STORYMIRROR

Aniruddhsinh Zala

Comedy Tragedy

3  

Aniruddhsinh Zala

Comedy Tragedy

સ્ટેજ માટે તડપતાં નેતાજી

સ્ટેજ માટે તડપતાં નેતાજી

1 min
5

પરાણે જનતામાં બનતા લોક લાડીલા આજના નેતાજી 

સ્ટેજ પર બેસવા કરે ઝાઝા ધમપછાડા આજના નેતાજી,


બેસાડો સ્ટેજ પર તો જ ઈ વાપરે ગ્રાન્ટ 

વગર લાલચે ન કરે કોઈ ઈ ભલામણ,

દરેક કાર્યમાં સ્વાર્થ પોતાનો સદા શોધતા આજના નેતાજી,

સ્ટેજ પર બેસવા કરે ઝાઝા ધમપછાડા આજના નેતાજી,


હૃદયની નળીઓ હોય બંધ ઝાઝી 

પરાણે ગાડીથી ઉતરી બે ડગ ચાલે,

ભીડ ભાળીને વોટની લાલચે ઝાઝું ઝૂકતાં આજના નેતાજી,

સ્ટેજ પર બેસવા કરે ઝાઝા ધમપછાડા આજના નેતાજી..


કૌભાંડ જોઈ કરે આંખ આડા કાન 

કમિશન ચારે તરફ શોધતા ફરે સદા 

દેશનું દેવું વધારી વિકાસની મોટી વાતો કરતાં આજના નેતાજી,

સ્ટેજ પર બેસવા કરે ઝાઝા ધમપછાડા આજના નેતાજી..


વાગે ઢોલ ચૂંટણીનો જાગે આળસ મરડી

ઘર ઘર ફરી જોડે હાથ ચમકે મીડિયામાં,

ઉલ્લુ બનાવવા લોકોને રેલી સરઘસ મોટા કાઢતા નેતાજી,


ભ્રષ્ટાચારી મોટા બન્યા લોકોની નજરે 

ખુરશી માટે વલખતાં રહ્યાં એ સદાય 

જનતાને ભરમાવી વોટ લોકોના હવે લૂંટતા આજના નેતાજી,


પરાણે જનતામાં બનતા લોક લાડીલા આજના નેતાજી 

સ્ટેજ પર બેસવા કરે ઝાઝા ધમપછાડા આજના નેતાજી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy