ડખા કરે એવાં ગપ્પાં
ડખા કરે એવાં ગપ્પાં

1 min

114
નીકળ્યાં હતાં શોધવાં
દુનિયા આખી ઓગાળે
એવાં પ્રવાહી ખોળવા
વિચાર્યું નહીં ક્યારેય
એને સંઘરશું શેમાં?
ઉપાડતા રહ્યાં
ખુદ જિંદગી ભર
પોતાને બેસાડી
અંદર મોટાં ઠામડે
ઊંચકાય કેમે કરીને?
શરત મારી એક શુરાને
હું કરું તે તું કરી બતાવ
બેઠો એનાં શિર પર ચડી
ઉતરી કહે દાવ તારો હવે
બેસી બતાવ ખુદ તારા શિરે!
ખિસ્સા ખાલી ને વાત મોટી
નીકળ્યાં બજારમાં બેંક બનાવવા
ઉધાર મકાન ને બાકી બધું
ચલાવવા કામ બીજી બેંક ખોળી
ખાલી થઈ ગઈ ગામની ઝોળી!