મિટિંગ
મિટિંગ
મિટિંગ એટલે મિટિંગ
બોલાવવી તો પડે!
મિટિંગ પહેલાં શું શું થાય?
ચા પાણી ને નાસ્તો થાય
મોટી મોટી મિટિંગમાં
નાની મોટી વાતો થાય
નાના નાના કામ થાય
માઇક્રો-સ્કોપ થી જોવા મળે
નજીક જણનાં કામ કરે
ટેલિસ્કોપથી દેખવા પડે
ટાઇમે મિટિંગ બોલાવવી પડે
કામ ભલે પછી મોડું થાય
વાતોનું મોટું વડું થાય
વાત કદાચ કાંઈ ના થાય
ઠઠ્ઠામશ્કરી બહું થાય
ખેંચાતાણી ખૂબ થાય
થોડી વારે લાગે થાક
ચા કોફી લાવે બહાર
મિટિંગ પાછી ચાલું થાય
જરૂર પડે જો બલિદાનની
આદાન પ્રદાન ને ગાલી પ્રદાન
મારામારી નું સૌ કરે દ
ાન
મિનિટ એની લાંબી લચ
લહેકો મારી લખવું પડે
એજન્ડામાં જે કંઈ હોય
વાતો તો ગમે તે થાય
ધાર્યું ધણીનું થાય
મિટિંગ પૂરી એનાં ટાઈમે થાય
નાસ્તા પછી પૂરી થાય
બીજી મિટિંગની તારીખ
નક્કી કરવામાં નાખે ખેલ
એ પછી સૌ વિખરાયા
વધ્યો નાસ્તો ઘરે લઈ જાય
ભાડા ભથ્થા ભૂલે કેમ?
રૂડું રૂપાળું બહું લખાય
એ બધું છાપે છપાય
વાંચી સૌ કોઈ રાજી થાય
કામ ભલે કાંઈ જ ન થાય
મિટિંગ કરીને રાજી થાય
મિટિંગ એટલે મિટિંગ
મિટિંગ વિના જીવાય કેમ
મિટિંગ તો ભાઈ કરવી પડે
મિટિંગ એટલે મિટિંગ