છાપું અને ચા
છાપું અને ચા
કેવો સરસ મજાનો શબ્દ
ન્યૂઝ પેપરને છાપું કહેવાય
ગુજરાતીમાં ટુંકો શબ્દ છાપું
છાપું બોલતા આનંદ થાય
વળી સાથે ચા જો હોય
સવાર સવાર તો મસ્ત થાય
વિવિધ સમાચારો વાંચવા સાથે
ચાનો ટેસ્ટ અલગ જ થાય
કદાચ હોય ફીકી ચા છતાં પણ
મસાલેદાર સમાચાર વંચાય
સવારે જો મલે ફીકી ચા
છતાં ગૃહિણીનો વાંક કઢાય !
બોલવા જાય તો સવાર બગડે
કહે આ છાપું વાંચતા ચા વખોડાય?
આ સવારની ગરમીમાં પણ
તમે કહો ચા કેવી બનાવાય?
એટલે કહ્યું છે કે સવારમાં
સબ સે બડી ચૂપ થઈ જાય
સવારમાં ચા સાથે છાપાંની મજા
એમ ને એમ થોડી બગાડાય!
છાપાં અને ચાની સંગત
સવારે તો અદભૂત થાય
કુદરતી હાજતની સમસ્યા
સવારમાં જ ખુલાસો થાય
બોલો તમે વાંચ્યું આજનું છાપું
ચા સાથેની સંગત જણાય