મહેમાન
મહેમાન
પૂછો યજમાનને કે મહેમાન છે કેવા ?
અતિથિ દેવો ભવ કે સમાન એ દેવા ?
પરોણા પાધરાં કે પરોણો લેવાં જેવા ?
માન ન માન મૈં તેરા મહેમાન એવાં ?
એક મહેમાન, પછી બીજે દી મહી
ત્રીજે દી' જે રહે તેની અક્કલ ગઈ રહી,
ડાળીએ બોલે કાગ આવે આજ મહેમાન
કાં કાં કરી કહેતો કેવોક હશે એનો વાન,
સાપને ઘેર મહેમાનગતી પરોણા સાપ
અધૂરાં ઓળખ્યે યજમાને ખાધી થાપ,
પૂછો યજમાનને કે મહેમાન છે કેવા?
પડ્યાં માથે અમથા નહીં લેવા કે દેવા.
