ખીચડી
ખીચડી


માન્યા નહીં મહારાજનું ભક્તો જયારે
વિજ્ઞાનને વચ્ચે લાવ્યા મહાત્મા ત્યારે,
રહસ્યે વૈજ્ઞાનિક ગૂંચવાયા અસંમજસ
ધજા લઈ ધર્મની ન વાગ્યો ગજ અસમજ,
પાછા પડ્યા વૈદ્ય પછી મટ્યો નહીં રોગ
વિલાયતી દવા લખાવી જાણવા જોગ,
બહુ ચાલી બીમારી દાક્તર પૂજ્યા રોજ
ઓસડિયાં દઈ આરોગવાં કહ્યું કરો મોજ,
ગ્રહ નડશે માની કર્યાં અતિ જપ તપ
ઘેરાયાં રોગે જ્યોતિષી લાગ્યું નહીં ખપ,
અર્થશાસ્ત્રી પોતે ન જાણ્યું આવશે મંદી
નવા ગ્રંથ લેવાં ઉધારી લેવી પડી ગંદી,
ચોખે મગ ભેળવ્યાં ને થઈ ગઈ ખીચડી
ખાધી કાચી પાકી બેખબર ચડી કે ના ચડી.