અતૂટ બંધનની જિંદગી
અતૂટ બંધનની જિંદગી
જિંદગી ચાલી ગાડી ચાલી
આપણી તો જુની બાઈક ચાલી,
ટાટા બાય બાય કરતા કરતા
કેવી મજાની જિંદગી ચાલી !
મારો પડછાયો તું બની છે
આપણા બંનેની જિંદગી ચાલી,
હસતા રહેવું મજામાં રહેવું
ફટફટિયા પર સફર ચાલી,
આજે નવા જમાનાની બાઈક છે
ફટફટિયા જેવી મજા ના આવી !
સમજદારી આપણા બંનેની
અતૂટ બંધનની જિંદગી ચાલી,
ટાટા બાય બાય કરતા કરતા
ખુશહાલ આપણી જિંદગી ચાલી.

