પરિવારનો પટારો
પરિવારનો પટારો
આજની ઘડી તે રળિયામણી રે,
મારા સાસુજી પધાર્યા આંગણે રે,
લાવ્યા છીંકણીનો મોટો ડબ્બો રે,
ખોલ્યો એમણે મોટો પટારો રે.
સુંદર મજાની એમણે કાઢી રે સાડી,
ત્યાં તો દેરાણી આવી મારી દોડતી,
નણંદબા આવ્યા મારા પરદેશથી,
જેઠાણી આવ્યા મારા આફ્રિકાથી,
પિયુ તો હતા મારા પરદેશ રે વહાલા,
મૂંઝાણી હું તો મારા ગમતા કુટુંબમાં,
દીકરો આવ્યો ને ગુલાબજાંબુ કાઢ્યાં
દીકરીએ આવીને કેસરપેંડા પીરસ્યા,
સસરાજી પધારે દિયરજી સાથે રે,
જેઠજી પધારે મારા થેલી હલાવતા રે,
નણંદોઈજી પધાર્યા મારે આંગણે રે,
પાછળથી પિયુ બોલ્યા એપ્રિલફૂલ !
ખુશીની મારી હું તો નાચી રે બહુ,
સાસુ ને સસરા, જેઠ ને જેઠાણી,
દિયર ને દેરાણી ડાન્સ કરે બહુ,
ભલે બનાવી મને એપ્રિલફૂલ,
ભલું રે થાય મારા એપ્રિલના ફૂલનું,
પરિવારને મેળવ્યા એપ્રિલ પે'લીના,
આજની ઘડી તો રળિયામણી રે,
મારા પરિવારજનો ભેગા થયાં રે.

