સ્વપ્ન
સ્વપ્ન
આજે રાત્રે આવ્યું મને એક સ્વપ્ન,
પરિવાર સાથે ઉપડ્યા અમે પ્લેનમાં રે,
જીવનમાં પહેલવહેલા બેઠા પ્લેનમાં રે,
ઝટકો તે જોરદાર લાગ્યો હો જી રે,
ઓ બાપ રે કહી ચીસ મેં તો પાડી,
શું કરવા પ્લેનમાં બેઠા હો જી રે,
થોડીવારે હું તો હોશમાં રે આવ્યો,
આજુબાજુમાં ઘરવાળાં દીઠાં હો જી રે,
ખુશીઓનો મારી પાર ન આવે,
થોડી થોડી વારે ઠંડાં પીણાં તો લાવે,
પહેલાં તો અમે ના ના જ કહેતા રે,
પછી અનુકરણે અમે પીવા તે માંડ્યા,
ઘણી મજા અમને આવી હો જી રે,
વિમાન ઉતરતાં હું તો ઝબકીને જાગ્યો,
સૂતો હતો મારા ખાટમાં હો જી રે.
