STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Others

બે ચાર લીટીમાં

બે ચાર લીટીમાં

1 min
225

મારી બે ચાર લીટીમાં

આવી મારી આટીમાં,


દુનિયા સમાતી ભાઈ

કવિની આ લીટીમાં,


અક્ષર અક્ષર કાનો માત્ર

અક્ષયપાત્ર લીટીમાં,


ચૌદ ભુવન ને નક્ષત્રો ને

કવિ રમાડે લીટીમાં,


પરમ પિતા પરમેશ્વરનું

દર્શન કરાવે લીટીમાં,


હું કેવો ને તું કેવો નું

ભાન કરાવે લીટીમાં,


ચાર લીટી ને ચાર શબ્દો

કદી સોટી મારે લીટીમાં,


કવિ છે કે આખાબોલો

બધું કહી દે લીટીમાં,


હરિ પકડશે સોટી સમય છે

કવિ કહે સમજો લીટીમાં,


હાસ્ય હસાવે હસો તમે

દાંત કાઢો એક લીટીમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy