STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Others

કલમને કસવા દે મને

કલમને કસવા દે મને

1 min
247

થોડી કલમ કસવાદે મને

રમેશ પારેખ થવા દે મને,


લખીશ તારાથી ચડતી ગઝલ

પગલા તારા ચૂમવા દે મને,


હસીને બેવડી વળી જઈશ ક્યાં

રઈશ મણિયાર જરા થવા દે મને,


પીધો છે હમણાં જરી વાર થઈ

શ્યામલ મુનશી જરા ચડવા દે મને,


શબ્દોય મારા કટારી બનશે થોભ

રક્તથી લથબથ થવા દે મને,


એમ કોઈ બને ના દાદુ પાછા

વાળ થોડા ધોળા કરવા દે મને,


તુંય વાહ વાહ પોકારી ઊઠીશ

ખલિલની જેમ ઊગવા દે મને,


કારણ હશે, એમ ગાલિબ લખે ના

હુંય લખું, બસ કારણ શોધવા દે,


કંઈ કેટલાય નામો હુંય ભૂલ્યો છું

લખીશ એ સૌને રક્તમાં ભળવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy