મારો પ્રેમ રસોડે રંધાય છે
મારો પ્રેમ રસોડે રંધાય છે
અહીંં દિલ ઉભરાય છે
તહીં દૂધ ઉભરાય છે,
મારો પ્રેમ રસોડામાં રંધાય છે,
અહીં ભાતભાતના સપનાં
ત્યાં દાળભાત સીજાય છે,
મારો પ્રેમ રસોડામાં રંધાય છે,
અહીં નિતનવા રસ મીઠા
ત્યાં એ પરસેવે ન્હાય છે
મારો પ્રેમ રસોડે રંધાય છે,
મીઠા ઘૂંટ પાણી ના કે એના
ત્યાં એ વરાળે બફાય છે
મારો પ્રેમ રસોડે રંધાય છે,
હું શું બનાવું આજે વ્હાલાં
એકલી એકલી એ મૂંઝાય છે
મારો પ્રેમ રસોડે રંધાય છે,
થાકેલા હાથે પાછી સૌની
હસતી થાળી પીરસી જાય છે
મારો પ્રેમ રસોડે રંધાય છે.

