એમ કંઈ ભણવાનું ચાલે ?
એમ કંઈ ભણવાનું ચાલે ?
1 min
230
મારા વજન કરતા
મારું દફતર ભારે
એમ કંઈ ભણવાનું ચાલે ?
બાર બાર ચોપડીને
બાર બાર નોટો
પાણીની બોટલ ને
નાસ્તાનો ડબલો
બધું ઊંચકતા ફાવે ?
એમ કંઈ ભણવાનું ચાલે ?
વાંચવામાં ગાઈડો
ને એસાઈમેન્ટ પાછા
મોટા મોટા પ્રોજેક્ટો બનાવીએ
નાના ટાબરિયા ને
પીએચડી કરવાનું ફાવે ?
એમ કંઈ ભણવાનું ચાલે ?
સવારે લેસન ને સાંજે લેસન
ઉજાગરો કરી અમને
રમવાનું ફાવે ?
આમ કંઈ ભણવાનું ચાલે ?
ઘરઘર રમવાની
નાની ઉમરમાં
ઝૂમની મીટીંગો ફાવે ?
આમ કંઈ ભણવાનું ચાલે ?
