તડકતી ભડકતી થવા દઉં
તડકતી ભડકતી થવા દઉં
તમે કો તો કોઈ ભડકતી થવા દઉં
તમે કો તો કોઈ કડકતી થવા દઉં,
આકાર પ્રકારની કોણે પડી છે
તમે કહો તો ગતકડી થવા દઉં,
પરપોટા બની ફૂટી જવાનું ક્યારેક
તમે કો તો અમરતી થવા દઉં,
ગઝલ લઈ જાઉં ચાંદની પાસે
તમે કો તો ચળકતી થવા દઉં,
ઝગમગાટ ચારેકોર મારી કલમનો
તમે કો તો કળકતી થવા દઉં,
ઊભા રો' જાવ છો ક્યાં સાકી
તમે કો તો લથડતી થવા દઉં,
ફોરમ બધી ભૂલી જાય ફૂલો
તમે કો તો મહેકતી થવા દઉં,
જરા અડી લે આ મારી કલમને
પછી જો બહેકતી થવા દઉં,
છે બજારમાં નામ તારૂ રોશન
તમે કો તો ઝબકતી થવા દઉં,
કશું હોય જો કારણ તો લખાય મુજથી
તમે કો તો અકારણ થવા દઉં,
અર્થો ઘણા નીકળશે સંબંધોમાં પાછા
તમે કહો તો ખાલી લિસોટો થવા દઉં,
પાંપણની પેલે પાર રસ્તો અનેરો
તમે કહો તો પાર તને હું થવા દઉં,
છે પાસે ઘણા મંજીરા ઢોલ ત્રાંસા
તમે કહો તો ખણકતી થવા દઉં,
દૂર રહેજે જરા હાથ બળશે તારો
તમે કહો તો સળગતી થવા દઉં,
કઈ કેટલીય અંદર ધરબાઈને પડી છે
તમે કો તો આખી બારાખડી થવા દઉં,
માંથુય મૂક્યું સામે છે આ કટારી
તમે કો તો લટકતી થવા દઉં,
હું છું ને હતો એમાં ફરક નથી કઈ
તમે કો તો સદા ધબકતી થવા દઉં.
