હખણાં રે'જો રાજ
હખણાં રે'જો રાજ
જઉં છું પિયર બે ચાર રાત
કહું સિધ્ધીસટ તમને વાત
તમે હખણાંં રેજો રાજ,
ભાઈબંધોને ઘરે બોલાવી
ના માથે લેતા રાત
તમે હખણાં રેજો રાજ,
જે બનાવવું હોય એ બનાવજો
નહીં તો ફ્રીઝમાં મૂક્યો છે
બનાવીને વઘારેલો ભાત
તમે હખણાં રેજો રાજ,
મન મરજી ના માલિક તમે
રોજ રિપોર્ટિંગ કરજો સાંજ
તમે હખણાં રેજો રાજ,
યાદ રે' મારી ચાર આંખો છે
બાજુવાળીથી દૂર રે'જો ખાસ
તમે હખણાં રેજો રાજ,
આવી ને જો ગરબડ જોઈ તો
હાથ પગ ને બઇડો ભાંગી જાસ
તમે હખણાં રેજો રાજ.
