દિવાળી
દિવાળી
લે આવી, લે આવી, લે આવી દિવાળી
અમે નવાનવા કપડાં લીધાં સંભાળી,
રંગ-બેરંગી કરી રંગોળી
દીપ કાજે લીધાં દીવડા ખોળી
તેલ તણી અમે બરણી ઢોળી
બિલાડી પર દોષ એ ઢોળી
ભાઈ-બહેને ગજાવી શેરી સારી
લે આવી લે આવી લે આવી દિવાળી,
ફટાકડાં બહુ ફોડયાં ડેલે
કૂતરા-ગાયો દોડ્યા રે’લે
હું તણખો મૂકી ભાગ્યો છેલ્લે
બા કહે કોણ છે આ બુદ્ધિશાળી ?
લે આવી લે આવી લે આવી દિવાળી,
રજા પડી તો મજા કરી ભૈ
જુના કપડાં ગરીબને દઈ-દૈ
આપણે નવા-નવા સજાવ્યાં
પાંચ જીબીમાં વળી ફોટો પાડી
લે આવી લે આવી લે આવી દિવાળી
અમે નવા-નવા નખરાં કીધાં સંભાળી.
