STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

ગીત - મોંઘવારી

ગીત - મોંઘવારી

1 min
247

મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ,

કેટલાં ટીપાં લોહી રહ્યું, જીવવાની છે આશ ?


બે-ચાર મોબાઈલ છે ખિસ્સામાં,

ચાર-પાંચનો આવશે વારો ?

ટુ-વ્હીલરથી હવે આવે કંટાળો,

ફોર-વ્હીલરનો ક્યાં છે આરો ?

દેશી ભોજનમાં તો જાણે આવવા લાગી વાસ,

મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.


બે-ચાર રૂમનું મકાન ?

અરે, એતો ઝૂંપડું કહેવાય,

રાજા-મહારાજા પાણી ભરે,

મુજ સમ કોણ ગણાય ?

એ.સી. વિના તો ભાઈ હવે લેવાય કેમ શ્વાસ,

મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.


જમીન-મહેલ બન્યો નકામો,

દરિયાને લઉં હું બાંધી,

હવા-મહેલનું પણ કામ નથી,

હાલતા આવી જાય આંધી,

ત્યારે જ નિરાંત થશે, સર કરું અવકાશ,

મોંઘવારીએ બચકું ભર્યું, ડોક્ટર કરો તપાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy