STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Comedy Others

4  

Ramesh Patel (Aakashdeep)

Comedy Others

અમે રે ઉંદર

અમે રે ઉંદર

1 min
253

નથી શૂરા અમે સિકંદર

નથી ધનુર્ધર ગજાવતા અંબર

છતાંએ અમે મગરૂર તવંગર

લપાતા કોતરતા અમે રે ઉંદર


કેસરીની હાકોથી અમે અજાણ્યા

ના હાથીની વિશાળ કાયા

છતાંયે આરોગીએ નિત મેવા

સમાજે પોંખેલા અમે ઉંદર એવા


નથી મહા સંત કે નથી મોટા નેતા

છતાંયે ઘરમાં સઘળું લાવી દેતા

રાજપાટના વૈભવ ભોગવીએ સુંદર

સરકારી ખાતાના અમે લાડીલા ઉંદર


પહેરીએ કાળાં ચશ્માં જ આંખે

ફૂંકીફૂંકી કાતરીએ સૌને વહાલે

પ્રસાદ મળે અમે રિઝતા સુંદર

કળિયુગના અમે અવતારી ઉંદર


અમને લાગે સિંહ બિચારા વગડે

કરવા ક્ષુધા તૃપ્ત ફરે અંધારે

માંગું હરિ ભાવ ધરીને અંતર

ભવોભવ બનાવજો મને કળિયુગી ઉંદર.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy