STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Others

હુંય આવી જાઉં

હુંય આવી જાઉં

1 min
233

વાત હસવાની જો હોય 

લઈ પડીકું એક

હુંય આવી જાઉં,


તમે છો તૈયાર તો ચાલો

પથારી મારી ફેરવવા 

હુંય આવી જાઉં,


શરમને કાનો માત્ર નહીં

આગળ બે લગાવી શરમની

હુંય આવી જાઉં,


વાતો થવાની થયાં કરશે

જો વાત બહેકવાની હોય તો

હુંય આવી જાઉં,


ભૂલચૂક લેવીદેવી...

હિસાબ જો ચૂકતે કરવો હોય

હુંય આવી જાઉં,


માથાના વાળ જેટલા લફરા

જો કરવાના ટકા હોય બધા તો

હુંય આવી જાઉં,


ભૂખ્યા પેટે ક્યાં હસવું

આપો ખાધા ખોરાકી તો

તો હુંય આવી જાઉં,


માસ્ક પહેરી હસવું કેવું

મોઢું બતાવવાની રસમ હોય તો

હુંય આવી જાઉં,


આમ મરક મરકમાં કંઈ મજા નહીં

જો હોય કરવાના હાહાકાર

હુંય આવી જાઉં ..


મારવાની હોય ગઝલો તો કામ મારું નહીં

જો મારવી મેથી હોય તો

હુંય આવી જાઉં..


આવી મારા હાથે મોટી મોટી ગાળો

જો સન્માનમાં ઓઢાડો શાલ તો

હુંય આવી જાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy