તું અને હું
તું અને હું
આપણા જીવનમાં
સૌથી અગત્યની વ્યક્તિ
તું...
હું કહું એટલું સાચું
તારે ને મારે એટલું છેટું
બસ તું અટકે એટલું
મર્યાદામાં રહેવું એટલું શીખવું
બસ તું કહે છે એટલું !
સ્પર્શથીજ પ્રેમ થાય !
એવું કયા ગીતમાં લખ્યું !
નજરથી નજર મળે
હસતા જ રહેવું,
સુખી થવા માટે આટલું કરવું !
એક નજર તારી સામે કરું
તારી નજરો પણ ઢળતી દેખું
બસ બહું થયું...
બાબલાના પપ્પા
આ ઉંમરે સંસ્કાર શીખવું !
તારે ને મારે એટલું છેટું
બસ તું અટકે એટલું
મર્યાદામાં રહેવું એટલું શીખવું
બસ તું કહે છે એટલું !

