તારા થવામાં કેટલું ગયું
તારા થવામાં કેટલું ગયું
તારા થવામાં મારું કેટલું ગયું છે
શર્ટ તો ગયો ને ગજું પણ ગયું છે,
પિઝા બર્ગર પાણીપુરી કેટલું ગયું છે
તારું તો વધ્યું ને વજન મારું ઘટયું છે,
એકતારો લઈને હવે બેઠો મંદિરિયે
બાજુમાં બેઠેલા ને મારા જેવું ઘટ્યું છે,
આવો દિ' તો ભાઈસાબ કોઈનો ના આવે
ફોન આવે એદી સમજો કશું ત્યાં ખૂટ્યું છે,
એ સામે મળે જો તમને કહી દેજો એને
આખા ગામને એને રઝળતું મૂક્યું છે,
વફા બેવફા બધું ગયું ભાડમાં ભઈલા
તું ના અટવાતો એવું બાપાએ કીધું છે,
બાપાની શિખામણ હવે ઝાંપાની અંદર
દિલ આપવા લેવાનું પછડાટે છૂટ્યું છે.
