વ્યથા અમારી
વ્યથા અમારી
આજેય યાદોનું વંટોળ આવે છે
મારા મનને ચક્રવાતે ચડાવે છે,
સાથ અને હાથ હતો જિંદગી ત્યારે તો
સઘળું સહન કરી લે તો કેડી,
આજે એકલતામાંં હોઉંં ને ભવિષ્ય તો શું
તારી સાથેના ભૂતકાળમાં ખોવાઉંં છું,
આવશે કોલ કે મેસેજ એ વિચારથી
આજેય ઓનલાઈન બંને ટાઈમ હાજરી પૂરાઉં છું,
હતી પ્રોમિસ હું નિભાવી લઈશ જીવનભર
હૈયું એક જ છે એમાં સ્થાન તમારું સાચવી રાખીશ,
હશે મજબૂરી કઈક તો જિંદગી તમારી
સોરી હવે નથી કહેેેેવી વ્યથા અમારી,
બસ અમસ્તાં એમ જ યાદોમાં જીવે છે કમલેશ
દોસ્ત, નથી ખબર ક્યારે કહેવી પડે અલવિદા દુનિયાને.
