આમ જ અનુભવાય છે
આમ જ અનુભવાય છે
વિચાર્યું ન હતું,
તારા-મારા વચ્ચે વાત નહીં થાય,
ને આ વાત ઉપર પણ ચર્ચા થઈ જાય છે,
લોકો બોલીને પણ નથી બોલી શકતા,
ને મૂંગા રહીને પણ આપણા વચ્ચે કેટલું બોલાય જાય છે,
કઈ જ ના કરીએ ને છતાંય થાક અનુભવાય છે,
ને એ જ થાક હૃદયમાં ખંજર થઈને ઊંડે ઘા કરી જાય છે,
સામે તો ક્યાં એકબીજાથી આવી જ શકાય છે,
બસ, આંખ બંધ કરતાં જ એકબીજાની છબી અંજાય જાય છે,
બોલું છું હું, પડઘા તારા વર્તાય છે,
ચાલુ છું હું, ને પડછાયામાં તું દેખાય છે,
દિવસે તો વાત જ ઠીક હતી,
પણ હવે તો અંધારામાં પણ તારો જ છાયો છવાય છે,
તને નિહાળું તો ટાઢક થઈ જાય છે,
જો સ્પર્શ કરવા જાવ તારા ચહેરાને ત્યાં તો ઊંઘ ઊડી જાય છે,
દૂરથી તારી રાહ જોઉં ને તો મૃગજળ સમો તું દેખાય છે,
આભાસ છે, ખબર પડતાં જ તરસ પણ છીપાઈ જાય છે,
હવે તો,
નિર્જીવમાં સજીવ ને સજીવમાં પણ નિર્જીવ દેખાય છે,
જ્યારથી ખબર પડી કે, પ્રેમ આમ જ અનુભવાય છે.
