Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Inspirational

4.3  

Bharat Thacker

Abstract Inspirational

રંગોત્સવ

રંગોત્સવ

1 min
929


બીબાઢાળ લાગતી જિંદગીમાં રંગોનું આગવું સ્થાન છે

રંગ આપણી જિંદગીને રંગીન બનાવવા માટે શક્તિમાન છે,


દરેકે દરેક રંગની છે પોતાની ઓળખ, ઊર્જા અને આગવી પોત

રંગોમાં સમાયું આપણી વિવિધ લાગણીઓનું અનુસંધાન છે,


શબ્દોને પણ હોય છે આગવો સ્વાદ, શબ્દો પણ ઊડાડે છે રંગ

શબ્દરૂપી આસમાનમાં ગીત, ગઝલ કે કવિતા મેઘધનુષ સમાન છે,


રંગોની રંગીન બહાર ને આપણી સંસ્કૃતિએ વણી લીધી છે તહેવારોમાં

રંગોત્સવ રૂપે મનાવાતી હોળી – ધુળેટી, જિંદગીને બનાવે મસ્તીમાં ગુલતાન છે,


અંધજનોની દુનિયા હોય છે રંગોના આનંદથી પણ વંચીત

ચક્ષુદાન કરીને આપણે, એમની જિંદગીમાં રંગોનું કરવાનું અભયદાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract