માવજત
માવજત
ઘડપણ ને બાળપણ, બંને છે સરખા..
જાતે ન કંઈએ થાયે રે..
સમજાવે તો એ કંઈ ના સમજાયે.
મનમાં આવે તે થાયે રે...
નિર્દોષતામાં બાલુડા ખાટતા,
ઘડપણ તો ઠેબા ખાયે રે..
ડાયપર બેબી ને ડાયપર ડોસા,
અંદરથી બંને અકળાયે રે..
બિન અનુભવી શિશુ જન્મી ઘડાયે,
પણ ઘડપણનું ના વપરાયે રે..
બંને લાચાર બની મોઢું વકાસતા,
નિજનાની ખોટ અનુભવાયે રે..
ઘડપણની માવજત કરજો માનવીયું,
કુટુંબનાં મોભ કહેવાયે રે..
બાળક જો તારો વેલો વધારે,
તેઓ આશિષથી ઝોળી છલકાવે રે.
