સમયની વ્યાખ્યા
સમયની વ્યાખ્યા
બદલાતા સમયની સાથે સમયની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ,
વિકાસની દોટમાં કૃત્રિમતા આવી ને સાતત્યતા વિસરાઈ ગઈ,
મહેનત અને ખંતથી કામ કરતા માણસની જિંદગી મશીનોથી ઘેરાઈ ગઈ,
કાર્યો ઝડપી ને સરળ બન્યા ને તન-મનમાં આળસ સમાઈ ગઈ,
પરોઢથી સાંજ સુધી હળ ચલાવી ખેતી માટે હવે ટ્રેક્ટરો લવાઈ ગઈ,
રસાયણિક ખાતર અને યુરિયાથી મબલખ પાકની શુદ્ધતા ઝંખવાઈ ગઈ,
શંકર અને રાસાયણિક પાકથી જમીનની ગુણવત્તા જોખમાઈ ગઈ,
ઊભાં મોલ અને મહેલાતો મધ્યાહ્ને તપ્યા ને સમયની સાંજ ઢળી ગઈ,
પાકની લણણી માટે પણ સાધનોની સગવડ થઈ ગઈ,
રોજમદાર દાડિયા મૂલીઓની રોજી છીનવાઈ ગઈ,
મશીનો, કૃત્રિમતા, ને મીલાવટની રીત જાણે જીવનમાં પણ વણાઈ ગઈ,
માણસ મશીન, ને સંબંધો કૃત્રિમ બન્યા
બધે સ્વાર્થની સુગંધ ભેળવાઈ ગઈ,
ભૌતિક સુખ સામગ્રી ને ઐશ્વર્યની મહત્તા વધી ગઈ,
સંતોષ, શાંતિ અને શરીરની સુખાકારી ઘટી ગઈ.
