STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

આહાર એ જ ઔષધ

આહાર એ જ ઔષધ

1 min
396

શાને કાજે માનવ,

ના સ્વાસ્થ્ય સચવાય.

સ્વાસ્થ્ય કેરી સંહિતા,

ના તુજને સમજાય...


એક દિન પણ લૂલી તારી,

 વશમાં ન રહેતી.

જે કંઈ પણ ભાવે,

 તે ખાતી એ રહેતી.


અપાચો ને એસીડીટી,

 થાતા ગભરાય....

સ્વાસ્થ્ય કેરી સંહિતા,

ના તુજને સમજાય...


સ્વિગી ને ઝોમેટો,

તુજને લલચાવે.

વાસી ખાવાનું દઈને,

તુજને ફસાવે.


પૈસા ચૂકવીને તું તો,

રોગ લેવા જાય...

સ્વાસ્થ્ય કેરી સંહિતા,

ના તુજને સમજાય...


સ્વાદ કેરી સંહિતા,

કાયમ તું વાંચતો.

મનગમતા ભોજનીયા,

પામવામાં રાચતો.


છેવટ આ તન કેરું,

તંત્ર ખોરવાય...

સ્વાસ્થ્ય કેરી સંહિતા,

ના તુજને સમજાય...


ગાડીમાં મ્હાલતો,

 તું જરીએ ના ચાલતો.

બેઠા બેઠા કામ કરી,

 ફૂલતો ને ફાલતો.


વધેલું વજન પછી,

 ઉતારવાને જાય..

સ્વાસ્થ્ય કેરી સંહિતા,

ના તુજને સમજાય...


રોગ તણાં ઘરમાં,

જાતે તું પેસતો.

રોજ નવી યાતનાઓ,

રહેતો તું વેઠતો.


જીવ તણી બાજી લાગે,

હોસ્પિટલે જાય...

સ્વાસ્થ્ય કેરી સંહિતા,

ના તુજને સમજાય... 


શ્રેય અને પ્રેય તણો,

ભેદ તું ના સમજે.

ઔષધ માનીને નંદી,

ભોજન તું જમજે.


યોગ સંગે સ્વાસ્થ્ય કેરું,

સંયોજન જો થાય..

સ્વાસ્થ્ય કેરી સંહિતા,

તુજને સમજાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract