STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

હામની જીત

હામની જીત

1 min
361

કેમે ન જાવું મારે હારી,

ઓ આતમ મારા,

ભીતરે ભરોસો મુને ભારી.


હૈયાને હામ દેતો,

ભૂલ પડે ત્યાં કહેતો.

અવળે મારગથી લેતો વારી..

ઓ આતમ મારા,

ભીતરે ભરોસો મુને ભારી.


મનને મક્કમ કરતો,

હૈડામાં હામ ભરતો.

અંતરિયું દેતો તું ઓવારી..

ઓ આતમ મારા,

ભીતરે ભરોસો મુને ભારી.


કાંટા ને કંકર આવે,

તોફાનો આવી સતાવે.

એને પણ પડશું આપણ ભારી..

ઓ આતમ મારા,

ભીતરે ભરોસો મુને ભારી.


દલડું છલકાવી દેતો,

 મુખડું મલકાવી દેતો.

દેતો નંદીનું જીવન તું સવારી..

 ઓ આતમ મારા,

ભીતરે ભરોસો મુને ભારી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract