ચિરાગ તો યે અંધારું
ચિરાગ તો યે અંધારું
એક દિવસ એકાંત હતું ને ચિંતન મનનું માંડ્યું,
વણઝાર ચાલી વિચારોની ને ભીતર પગલું પાડ્યું,
એક ખૂણામાં દીઠો ચિરાગ ને તોયે અંધારું ભાળ્યું,
સત ને અસતનું ઘર્ષણ થાતાં ચિરાગનું જીની જાગ્યું,
મનોમંથનથી આજ્ઞાન ઓગળ્યું જ્ઞાનનું જીની આવ્યું,
જીની કહે હવે પળના રોકાવું કામ કહો એ કરાવું,
સાર નથી આ સંસારમાં એથી ક્ષણમાં તને છોડાવું,
રાગદશામાં લપટાયો છો વૈરાગ તુજમાં જગાવું,
સગપણ સઘળા સ્વાર્થ સુધીના સત્ય તને સમજાવું,
ડૂબી રહ્યો ભવસાગરમાં તને ધર્મ તરાપો અપાવું,
થઈ પ્રકાશિત આત્માની કેડી અંતરનો દિપ પ્રગટાવું,
રાગ-દ્વેષથી મુક્ત બનીને ભવસાગર તરી જાવું.
