STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

પ્રાણવાયુ

પ્રાણવાયુ

1 min
262

વસુંધરાની પંડે ફૂટી, કૂંપળ કેવી હરખાતી,

ઝીણા ઝરમર જળબિંદુથી, ક્યારી કેવી છલકાતી,


ન્હાનું અમથું બીજ રોપ્યુંને, માટી કેવી મહેંકાતી,

પામીને પમરાટ પવન પણ, પીમળ પ્રેમે પ્રસારતી,


જતન જીવથી અધીકા કરીએ, વાલિ થઈને વહાલથી,

થોડી માવજત ને પોષણથી, વેલી એ વિસ્તૃત થતી,


જેમ વેલી એમ વહુ!, દીકરી છે, વંશના અંશની સારથી,

પ્રકૃતિ ને સ્ત્રી સમૃદ્ધિ, સદાય શુભ ફળ આપતી,


વૃક્ષો વાવીએ પ્રકૃતિની, ગોદમાં ખૂશીઓ લહેરાતી,

પ્રાણવાયુ સંસારે નારી, જાત સમર્પિત કરી જાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract