STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

સ્નેહ યાત્રા

સ્નેહ યાત્રા

1 min
354

બબલો ને બબલી શાળાએ જાતાં,

ધીંગા મસ્તી બહુ કરતાં રે,


લડતાં ઝઘડતાં એક થઈ જાતાં,

એકપળ ન ક્યાંય પણ ઠરતા રે,


સાથે જ રમતાં ને સાથે રે ભણતાં,

હાથમાં હાથ ઝાલી કવિતા ગણગણતા,

છુટાં પડે તો ઝૂરતા રે,


ભણતાં ને ગણતાં મોટા રે થઈ ગયાં,

બાળપણના દા'ડા પળમાં વીતી ગયા,

 તોયે અંતરથી તરવરતા રે,

 

 અંતરમાં પ્રેમ તણાં અંકૂર રે ફૂટ્યા,

છાના છાના મળવાના લ્હાવા રે લૂંટ્યા,

 સ્નેહનાં સાગર મહીં તરતા રે,


પ્રણય, પરિણયમાં ફેરવવા મથતા, 

 બંધન સમાજના આવીને ડસતા,

પ્રેમ તણી જીતે હરખાતાં રે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract