STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

નારાયણી

નારાયણી

1 min
228

હે..સહસ્ત્ર ભૂજાળી અંબા માડી,

અષ્ટભૂજાળી તું નારી...

હે.. સંજોગોને પડતી ભારી,

નારી તારી બલિહારી,

રે ભાઈ નારી તારી બલિહારી.


હે નારી થઈને નારાયણી,

ઘૂમતી રે તું તો,

આઠે પહોરે ધમધમતી.

જાણે પગમાં ચકરડું ફરતું રે તારા,

તોયે હસતું સદા મુખ..હે.


પ્રેમે ઘરનાં તે કામો સંભાળતી રે,

સૌને રાખીને ખુશ..હે.

બાળુડામાં સ્નેહે સંસ્કારો સિંચતી,

લાવી સ્નેહે ઉકેલ..હે.


લેપટોપ સંભાળી, ભણાવતી રે,

કરી ઓફિસના કામ..હે..

ખભેખભા મિલાવી તું ચાલતી રે

બની સાચી સાથી..હે.

બધા ક્ષેત્રોમાં જઈને ઝળહળતી રે,

કરે નંદી સલામ..હે


Rate this content
Log in

Similar gujarati poem from Abstract