STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

સંવેદના

સંવેદના

1 min
269

મારી માતૃભૂમિ ભારત છે, મારું એ ગૌરવ છે સદાય,

સંવેદના જેના કણકણમાં, એ માટીથી હું નિર્માઈ,


ભલે જુદા રંગ, રૂપ, વેશ હો, ને ભાષા કે જાત ધર્મ, 

એકમેકમાં ભળી જઈને, ભારતીય થઈ રહે સદાય,


ભારત ભૂમિ રત્નગર્ભા એ, શૂરવીરોની માતા છે,

શૌર્ય નીતરતું મમતામયી માં, ભારતીની આંખોમાં સદાય,


બુદ્ધ, મહાવીર ને ગાંધીએ, અહિંસા પરમો ધર્મ કહ્યો,

પણ ક્રાંતિકારીઓના બલિદાનની, ઋણી રહેશે આ ધરા સદાય,


હોય ગમે તે તહેવાર પણ, વહેવાર સૌનાં સરખાં,

મેલી રાજ રમત જ્યાં હો ત્યાં, પ્રજા તણાં મન સાફ સદાય,


સત્ય, અહિંસા, કરુણા જેવા, ગુણો અહીંની માટીમાં,

સંતોને, ઋષિઓની કથાઓ, આત્મલક્ષી હો અંત સદાય,


સંસ્કૃતિ ને ધર્મ વ્યવસ્થા, સાચવીએ તો સચવાશું,

ગૌરવ છે જે મૂડી વારસો, દુનિયામાં જય કરે સદાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract